જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આ& ...
Read More
જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે. બુદ્ધિમતા તેમજ નૈતિક શિક્ષાઓની આ વાર્તાઓ લગભગ ૨૦૦ ઈ.પૂ. લખવામાં આવી. આ મૂળ રીતે 'પાલી' ભાષામાં લખવામાં આવી ત્યારબાદ વિભિન્ન ભાષાઓમાં એનું અનુવાદ થયું. જાતક કથાઓ ભગવાન બુદ્ધના પૂર્વ જન્મોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ક્યારેક કોઈ પશુ-પક્ષી કે પછી ક્યારેક એક સાધારણ મનુષ્યના રૂપમાં હતા. લગભગ બધી વાર્તાઓ ઉત્ત૨ કેન્દ્રીય ભારતના પવિત્ર નગર વારાણસીની આસપાસની છે. આ વાર્તાઓ ખૂબ જ મનોરંજક હોવાની સાથે-સાથે કોઈપણ આયુવર્ગના વ્યક્તિને આત્મ-ત્યાગ, પ્રામાણિકતા તથા સત્યનો માર્ગ પણ બતાવે છે. આ દર્શાવે છે કે, અંતે અસત્ય પર સત્યનો વિજય થાય છે. અહીંયા અમે જાતક કથાઓનો સ૨ળ તેમજ રોચક સંગ્રહ પ્રસ્તુત કરી
Read Less